ધનક !

ધોધમાર વરસાદ …

વરસાદમાં રસ્તા ઉપર દોડતી કાર ..

અને એ કારમાં હું !

મેઘના વાદળોના ટોળામાંથી

જાણે એક વાદળ દોડતું

આગળ આવ્યું હશે..

કૈક એમજ, જેમ તું..

મારી પાસે આવવા ઝડપ વધારે છે

અચાનક પાસે આવી

એ કેટલું ધોધમાર વરસ્યું હતું

હવે એ અટક્યું હતું.

બીજા વાદળાઓ હજી પાછળ હતા.

કશેક કશેક ખુલ્લા પડેલા આકાશમાંથી

સૂરજની કુમળી કિરણો

ધરતીને ચુમતી હતી .

રસ્તા ઉપર પડેલું પાણી,

રસ્તા ગરમ હોવાને લીધે

વરાળ થઇ રહ્યું હતું !

હવાની મીઠી લહેરખીઓ વાઈ રહી હતી.

કોને આ રળીયામણા માહોલમાં,

ત્યાંજ થંભી જવાનું મન ન થાય ?

પણ મને યાદ કૈક આવ્યું,

ઘરે પહોંચવા મન તડપ્યું !

આપણા ઘરની બારીમાંથી

દેખાતું એ મેઘધનુષ !

અને ઘરમાં જીવંત

આપણા સંબંધનુ મેઘધનુષ !

ને તાજા ધોવાયેલ રસ્તા ઉપર

કોઈક મનગમતું ગીત

અને ગીતમાં યાદ આવતો તું !

સડસડાટ દોડતી કારમાં..ઊડતી હું !

આપણા ઘર તરફ…તારા મન તરફ !

જીવનની મેઘધનુષીય આભા તરફ !

દિવ્યા સોની “દિવ્યતા”

Advertisements
Posted in Uncategorized | Leave a comment

મિત્ર

સાચા દોસ્તોની દોસ્તીમાં હક ક્યાં ઓછો પડે ?

દુનિયા આખીયે દીધેલો, શક ત્યાં ઓછો પડે !

મિત્ર દિલના સિંહાસને એક મિત્રની જે શાન છે

રાજ-રજવાડા શહેનશાહનો વટ ત્યાં ઓછો પડે !

ગોકુળની ગલીઓમાં પથરાયેલ મિત્રતા સામે

આખી સોનાની દ્વારિકાનો તટ ત્યાં ઓછો પડે !

મધુરપ મીઠી મૈત્રીની તું એકવાર ચાખી જાય જો

જીવતરમાં મળતી,નફરતનો વખ ત્યાં ઓછો પડે !

પાકા મિત્રની યાદીમાં આપે નામ મારું ટાંક્યું જ્યાં ,

દસ્તાવેજ સકળ બ્રહ્માંડનો તું , લખ ત્યાં ઓછો પડે !

“દિવ્યતા “

Posted in Uncategorized | Leave a comment

સંબંધ !

સાંજનો પાંચેક વાગ્યાનો સમય હતો , સવારથી માથે લીધેલ કાર્યો પુરા કરી હું ચાનો કપ લઇ વરંડાની ખુરસીમાં બેઠી . મારી છ વર્ષની દીકરી ડેડી સાથે આંગણમાં રમી રહી હતી. હું ચા પતાવી એ બંનેની રમતની સાક્ષી બનતી બેઠી હતી , વહેતા ઠંડા પવનને લીધે ઘેન ચડ્યું ને થયું લાવ એક નાનું ઝોકું અહીજ મારી લઉ , અને મે આંખ કરી .. થોડીવારમાં ઊંઘ આવવાની તૈયારીજ હતી ત્યાં મારી દીકરી એ મને બૂમ મારી..

મમ્મા !

ઓ મમ્મા !

હું આંખો ખોલ્યા વગર ઊંઘવાનું નાટક કરતી ખુરસીમાં બેસી રહી .. એ જોવાજ કે એ મને ઉઠાડવા કેટલા પ્રયન્તો કરશે .

એ પાસે આવી .. મને એમકે હમણાં મારા ખોળામાં ચડી મને જગાડશે , કે પછી ગીલીગોટા કરી. ક્યાંતો એ ફરી મારા નામની બુમાબુમ કરશે .

પણ આ તો મારી ઢીંગલી ..

મે એના દૂર જવાનો અવાજ સાંભળ્યો …થયું પછી ડેડી સાથે રમવા દોડી ગઈ લાગે .. પણ એ તોફરી આવી મારી પાસે . ઓઢવાનું લઇ મને ઓઢાડીને છાનીમાની ડેડી સાથે રમવા દોડી ગઈ ! ને મેં મારી દસ પંદર મિનિટની પાવરનેપ પુરી કરી .

સંબંધોના ઋણ , હશે ક્યાં બંધાતા ?

લાગણી તારી જોઈને હર્ષાશ્રુ ઉભરાતા

કોણ કરતુ હશે એ નક્કી કે

કયા બાળકની કોણ માતા ?

“દિવ્યતા “

Posted in Uncategorized | Leave a comment

કોઈક !

માણસને મ્યુઝિયમમાં મુકો કોઈક;

એની હસ્તિને હવે તો લૂછો કોઈક !

કટકટ કરી વૃક્ષ એ કાપી રહ્યો જેમ ,

એના રહેઠાણોને પણ ભૂંસો કોઈક !

નામચીન થયેલ આ પ્રદુષણ પ્રેરકને ,

યાદીમાં નામશેષો ની મુકો કોઈક !

જે કુંડામાં જંગલને બાંધી રહ્યો છે ,

એને ઝૂ કમાડો પાછળ ટૂંપો કોઈક !

ડગલેને પગલે એ કચરો ફેલાવતો ,

એને એ કચરા સાથેજ ફૂંકો કોઈક !

©“દિવ્યતા “

Posted in Uncategorized | Leave a comment

તું !

નથી સાથે તું, ને દૂરેય નહિ ?

તું પૃથ્વીના કોઈ ખૂણેય નહીં ?

હા જન્મે ઘણા, માથે મુગટ લઇ

મારા માથે ચરણની ધુળેય નહિ?

મંદિર ચર્ચોના ઘંટ,મસ્જિદઅજાનમાં

તું , સંગીતના સાત સુરેય નહિ ?

દ્રૌપદી ચીર તે પુર્યા વખતસર ;

હવે ચીર હરનારાને ચૂં-એય નહીં ?

ન જીવવા દે, તું હકીકતને હોંશે

ને સપનાઓ મારા, પૂરેય નહીં ?

છોડ ડાકોર, ગોકુલ, દ્વારિકાને

તું ભક્તોના ઉર-ઊંડેય નહીં ?

“દિવ્યતા”

Posted in Uncategorized | Leave a comment

કરું ! Thank

ગુંથ્યા કરું ,

વીણ્યા કરું,

હું શબ્દોને સીવ્યા કરું..

મળે જ્યા થોડી ઊર્મિઓ ;

હું ‘આપ’ ને લખ્યા કરું !

રટયા કરું,

જાગ્યા કરું,

હું યાદોને સીંચ્યાં કરું..

મળે જ્યાં થોડી શાંતિ ;

તારું નામ હું જ્પ્યા કરું !

તપ્યા કરું,

ઝૂર્યા કરું,

આ શ્વાસો, શ્વસ્યા કરું..

મળે જ્યા સંગ આપનો ;

એ પળને હું વર્યા કરું !

ઝંખ્યા કરું,

શોધ્યા કરું,

હું સ્નેહ વહાવ્યા કરું..

મળે જ્યાં થોડી લાગણી ;

એ ક્ષણને હું જીવ્યા કરું !

“ દિવ્યતા “

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

Snow storm !

ગલીઓમાં પડયો બરફ એકાદ ફૂટ !

બર્ફીલા તોફાને સ્કૂલ – ઓફિસમાં રજા આપી આખી ચાર !

અમે સૌ ઘરમાં પુરાયા , લઇ હવે શું કરશું નો મહાસવાલ !

બેઝમેન્ટમાં ઉતર્યા રમવાને ક્રિકેટત્યાં થઇ ભીટ્ટુ પાડવામાં ધમાલ !

નાનકડી બેનીને દૂધપૌંવા રાખી , ત્યાં વધી ગઈ એની ડિમાન્ડ !

ઘર આખું અમારું ખડખડાટ હસ્યું..જ્યા ડેડીએ કરી દાવ લેવાને ધમાલ!

એક પછી એક યાદ આવતી રમતોએ સ્મૃતિપટ પર મચાવી ધમાલ !

સંતાકૂકડી, સાત-ઠીકરી, સાપસીડી, ફૂટબોલ પછી મમ્મીના કુકીંગકલાસ !

પત્તાની મહેફિલો એવી જમાવી , લડી લડી ફુલાવી લીધા અમે ગાલ !

મુઠીભરી ચણા ભરીને ખિસ્સે,એમાં ભેળવી ખારીસીંગ પણ બે ચાર !

આ દાણાચણાના રસાસ્વાદે, વિસરાવ્યા સમજદારીના બધાય સાલ !

બાળપણ યાદ કરીને હું શાને જીવ બાળુને કોસું ઉંમરના સાલ ?

મારા બાળકની સાથે હું મોજેથી ચાલુ પહેરીને બાળકની ચાલ !

… કેટલું આસાન હતું બાળપણને માણવું નહિ ?

“દિવ્યતા “

Posted in Uncategorized | Leave a comment